Shrideshwar dev ni manta
સિદ્ધેશ્વર મહાદેવની માનતા
મહાપુજાની જેમજ સિદ્ધેશ્વર મહાદેવની માનતા, રુદ્ઘી તથા અભિષેકની સેવાનો પણ અનેક ભક્તો લાભ લે છે. જુનાગઢમાં સિદ્ધેશ્વર મહાદેવ એ હાજરાહજુર દેવ છે. તેમની માનતા રાખનારના તે સર્વ શુભ સંકલ્પૉ પુરા કરે છે. અને હરકોઇ પ્રકારની આપત્તિ દુર કરે છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલા વરદાન અને ભલામણ મુજબ સિદ્ધેશ્વર મહાદેવ અનેક પરચા પુરે છે.
તેથી શૈવસંપ્રદાયના અનુયાયીઓ, શ્રદ્ઘાળુઓનુ પણ શ્રી સ્વામિનારાયણ મંદિર જુનાગઢ આસ્થાનુ કેન્દ્ર સ્થાન છે.
સાંપ્રદાયિક સંકીર્ણતાથી પર રહીને સિદ્ધેશ્વર મહાદેવ દરેક ભક્તો, શ્રદ્ઘાળુઓની મનોકામના પુરી કરે છે.