Mahapooja Mahima
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સદ્દગુરુ ગોપાળાનંદસ્વામીએ સૌ પ્રથમવાર જુનાગઢમાં પાંચરાત્ર આગમ (વૈષ્ણવતંત્ર) પ્રમાણેની મહાપુજા સંવત ૧૯૦૧ જેઠસુદી એકાદશીના રોજ પ્રવર્તાવી. આ મહાપુજામાં ભગવાનના અવતારસ્વરૂપો, દેવો, ૠષિઓ, નક્ષત્રો, ગ્રહો, દિક્પાલો, રુદ્રો વગેરેનુ વિધિવત્ પુજન કરવામાં આવે છે. સદ્દગુરુ ગોપાળાનંદસ્વામીએ પોતાની પુજાના જે શાલીગ્રામ આપેલો તેનુ પણ મહાપુજામાં નિયમિતરીતે વેદવિધિથી પુજન કરવામાં આવે છે.
મહાપુજા કરાવવાથી કોઇપણ ભક્તને શારીરિક, માનસિક, કૌટુંબિક, સામાજિક, રાજકિય, આર્થિક કે ભુતપ્રેતાદિક સંબંધી મુશ્કેલી હોય તો તે દુર થાય છે.
સદ્દગુરુ ગોપાળાનંદસ્વામીએ મહાપુજા પ્રવર્તન સમયે એક મહાપુજાનો ચાર્જ સવા રૂપીયો રાખ્યો હતો. કોઇપણ ભક્ત પોતાની શ્રદ્ઘા અને શકિત પ્રમાણે મહાપુજા કરાવી શકે છે.
વર્તમાન સમયમાં કાળઝાળ મોંધવારી કુદકેને ભૂસકે વધતી જાય છે. છતા દરેક ભક્તને પોસાય તે માટે તેના ચાર્જમાં નજીવો ફેરફાર કરીને એક મહાપુજાના રૂ. ૨/- રાખવામાં આવ્યા છે. કોઇપણ ભક્ત એક કે એક કરતા વધુ મહાપુજા કરાવી શકે છે.
મહાપુજા કરાવનારને મંદિર (કોઠાર) તરફથી પાકી પાવતી અને પ્રસાદી આપવામાં આવે છે. અનુકુળતા હોય તો યજમાન પુજામાં બેસી શકે છે. નહીંતર પુજન વખતે તેનો નામજોગ સંકલ્પ કરવામાં આવે છે.
આજે જુનાગઢમાં હજારો ભક્તો મહાપુજા કરાવે છે. અને દેવ તેમની મનોકામના પુરી કરે છે અને અડચણો દુર કરે છે.
મહાપુજાની જવાબદારી હાલમાં તપોનિષ્ઠ બ્રહ્મચારી પૂ. ગજાનંદજી સંભાળી રહ્મા છે.
આ મહાપુજા દરરોજ નિયમિતરીતે સવારે ૭-૦૦ કલાકે (શણગાર આરતી પછી) નવ્યભવ્ય મહાપુજા મંદિરમાં કરવામાં આવે છે.

સિદ્ધેશ્વર મહાદેવની માનતા
મહાપુજાની જેમજ સિદ્ધેશ્વર મહાદેવની માનતા, રુદ્ઘી તથા અભિષેકની સેવાનો પણ અનેક ભક્તો લાભ લે છે. જુનાગઢમાં સિદ્ધેશ્વર મહાદેવ એ હાજરાહજુર દેવ છે. તેમની માનતા રાખનારના તે સર્વ શુભ સંકલ્પૉ પુરા કરે છે. અને હરકોઇ પ્રકારની આપત્તિ દુર કરે છે.
શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલા વરદાન અને ભલામણ મુજબ સિદ્ધેશ્વર મહાદેવ અનેક પરચા પુરે છે.
તેથી શૈવસંપ્રદાયના અનુયાયીઓ, શ્રદ્ઘાળુઓનુ પણ શ્રી સ્વામિનારાયણ મંદિર જુનાગઢ આસ્થાનુ કેન્દ્ર સ્થાન છે.
સાંપ્રદાયિક સંકીર્ણતાથી પર રહીને સિદ્ધેશ્વર મહાદેવ દરેક ભક્તો, શ્રદ્ઘાળુઓની મનોકામના પુરી કરે છે.