Kothari Shree
મંદિરના મહંત પદે જુનાગઢના ત્યાગી સંતૉ પૈકીના કોઇએક યોગ્ય સંતને ટ્રસ્ટીબોર્ડ બહુમતિથી નિયુક્ત કરે છે.
આ હોદાની મુદત અઢી વર્ષની હોય છે. છતા આ પદ ઉપર ટ્ર્સ્ટી બોર્ડ ફરીવાર એ જ વ્યકિતની નિયુક્તિ કરિ શકે છે.
ટ્ર્સ્ટીબોર્ડ વતી મહંતશ્રીની મંદિરનો કારભાર સંભાળે છે. અને મંદિરનો રોજીંદો વહીવટ તથા સત્સંગસેવાના કર્યો કરે છે.
આ પદ ગૌરવવંતુ ગણાય છે.
પોતાની સત્તા અને ફરજની રુએ મહંતશ્રી સુયોગ્ય વ્યકિતને ભોજનશાળામાં ભંડારી તરીકે નીમે છે. તથા ઉતારાવિભાગ, ગૌશાળા વગેરેમાં પણ પોતાને યોગ્ય લાગે તે સંત, હરિભક્ત કે કર્મચારીને નીમે છે.
હાલમાં ટેમ્પલબોર્ડે બહુમતિથી સદ્દગુરુ શાસ્ત્રિ સ્વામીશ્રી પ્રેમસ્વરૂપ સ્વામી ની મહંતપદે નિયુક્તિ કરિ છે.
શાસ્ત્રિજી વહીવટ કુશળ, વિદ્નાન અને ધગશવાળા છે. તે સૌ સંતો અને હરિભક્તોનો પ્રેમસંપાદન કરીને સત્સંગનુ પોષણ અને વિકાસ થાય તેવા કાર્યો કરી રહ્યા છે.